તારાપુરના ભરતસિંહની અનોખી સિદ્ધિઃ 71 વર્ષની વયે રૂરલ મેનેજમેન્ટની મેળવી ડિગ્રી

Wednesday 01st February 2023 05:30 EST
 
 

આણંદઃ અભ્યાસ કરવા માટેની કોઈ ઉંમર હોતી નથી. વિદેશમાં આજે પણ 90 વર્ષે અભ્યાસ કરીને ડિગ્રી મેળવનારની સંખ્યા ઘણી છે, પરંતુ ભારતમાં 60 વર્ષ બાદ ભક્તિ કરવાનો મહિમા છે. નિવૃત્તિની ઉંમરે કંઈ કરવાની ખેવના દેશમાં જૂજ વ્યક્તિમાં જ જોવા મળે છે. ત્યારે તારાપુરના 71 વર્ષના ભરતસિંહ રાયજાદાએ નિવૃત્તના 12 વર્ષ દરમિયાન જુદાજુદા ડિપ્લોમા કોર્સ સાથે અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો, તેમજ આણંદ જિલ્લામાં 71 વર્ષે પીએચડી કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે.
ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગના પૂર્વ કર્મચારી ભરતસિંહ રાયજાદા 2005માં નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ ભરતસિંહને 60 વર્ષની ઉંમરે અભ્યાસ કરવાની ખેવના જાગી હતી અને તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એન્વાયર્મેન્ટલ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો કોર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સસ્ટેનેબલ સાયન્સ, માસ્ટર ડિગ્રી ઇન રૂરલ ડેવલપમેન્ટ અને પીએચડી ઇન રૂરલ મેનેજમેન્ટ ડિગ્રી મેળવી હતી. આમ તેમણે 71 વર્ષની ઉંમરે પીએચડી પૂર્ણ કર્યું છે.

આ ઉપરાંત ભરતસિંહ નિવૃત્ત ઇજનેર સેક્ટરમાં 11 વર્ષથી મફત સેવા આપી રહ્યા છે, તેમજ પીએચડી ડિગ્રી મેળવ્યા બાદ તેમણે ગામડાઓના વિકાસનાં કામોને પ્રાધાન્ય આપીને ગામડાઓને વેગ મેળ તેવા પ્રયાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.


comments powered by Disqus