તિસ્તા-તેમના પતિને ફરી જેલમાં કેમ મોકલવા માગો છોઃ સુપ્રીમ

Wednesday 01st February 2023 03:47 EST
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે સીબીઆઇ અને ગુજરાત સરકારને પૂછ્યું હતું કે એક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદને જામીન પર બહાર આવ્યાને આટલો સમય વીતી ગયા બાદ હવે કેમ પાછા જેલમાં મોકલવા છે? સવાલ એ છે કે તમે કોઇને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખશો?
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે જામીન મળ્યાને સાત વર્ષ વીતી ગયા, હવે તમે તીસ્તા સેતલવાડને ફરી પાછા કસ્ટડીમાં લેવા માગો છો. પણ કોઇને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય?
ગુજરાત સરકાર અને સીબીઆઇ વતી હાજર વકીલ રજત નઇરે દાવો કર્યો હતો કે કેટલાક વધારાના દસ્તાવેજો કોર્ટમાં ૨જુ ક૨વાના હોવાથી હજુ અમને વધુ ચાર સપ્તાહનો સમય આપવો જોઇએ.


comments powered by Disqus