બનાસકાંઠામાં ટ્રિપલ મર્ડર કેસના દોષિતને ફાંસીની સજા સંભળાવાઈ

Wednesday 01st February 2023 05:58 EST
 
 

બનાસકાંઠાઃ ટ્રિપલ મર્ડર કેસના દોષિતને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. વર્ષ 2019માં લાખણીના ભાકડિયાલ ગામે સર્જાયેલા હત્યાકાંડમાં દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો છે. વર્ષ 2019માં દોષિત ભીખા ઠાકોરે પોતાના જ પરિવારના સભ્યો પત્ની, પુત્ર અને માતાની કુહાડીના ઘા મારી હત્યા કરી હતી.
પરિવારના 3 સભ્યની હત્યાના આરોપી ભીખા ઠાકોર સામે આગથળા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જે બાદ તેની ધરપકડ થતાં દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં કેસ ચાલ્યો હતો, જ્યાં ન્યાયાધીશે તેના ક્રૂર વર્તન અને હત્યાનાં કારણો જાણ્યા બાદ ફાંસીની સજાનો ફેંસલો સંભળાવ્યો હતો.


comments powered by Disqus