બારડોલીથી લંડન પરત જતા એનઆરઆઇનું અકસ્માતમાં મોત

Wednesday 01st February 2023 03:40 EST
 
 

મુંબઈઃ ગત મધરાત્રે સુરત-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા ચારોટી જંક્શન પાસેના કાસા ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. બારડોલીથી લંડન જવા માટે નીકળેલા મૂળ બારડોલીના બે એનઆરઆઇને એરપોર્ટ પર મૂકવા જતી સ્કોડા કારને અકસ્માત નડતાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. સમાચારને પગલે બારડોલીના વ્હોરાવાડમાં સગાંસંબંધીઓ સહિત મુસ્લિમ સમાજના લોકો એકઠા થયા હતા.
કારમાં સવાર 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત
બારડોલીમાં પરિવારને મળવા માટે આવેલા એનઆરઆઇ ઇબ્રાહિમ દાઉદ તથા આશિયા કલેક્ટર લંડન જવાના હોવાથી તેમના સંબંધી ઇસ્માઇલ મોહંમદ દેસાઈ, સ્કોડા કારચાલક મોહંમદ સલામ હાફેજી સાથે બાયરોડ મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યા હતા. વહેલી સવારે 4 વાગ્યે તેઓની સ્કોડા કાર અન્ય વાહન સાથે અથડાતાં કારમાં સવાર તમામ ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં. સ્કોડા કાર અને લક્ઝરી બસના આ અકસ્માત અંગે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહેલી પરોઢે ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે.


comments powered by Disqus