બોટાદઃ 74મા પ્રજાસત્તાક પર્વે રાજ્યકક્ષાની બોટાદ ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોટાદમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ હાજરી આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ઉજવણીના ભાગરૂપે બોટાદના ત્રિકોણીય ખોડિયાર ગ્રાઉન્ડ ખાતેના ગ્રાઉન્ડમાં પોલીસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 74મા પ્રજાસત્તાક પર્વના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટ્વીટર દ્વારા રાજ્યની જનતાજોગ સંદેશ આપી શુભેચ્છા આપી હતી.

