ભરવાડ સમાજની 3001 દીકરીઓનાં સમુહલગ્નમાં કરોડોનું ગુપ્તદાન

Wednesday 01st February 2023 05:50 EST
 
 

થરા: દેશના સમસ્ત ભરવાડ સમાજની ઝાઝાવડા ગુરુ ગાદી થરામાં ગ્વાલીનાથ મહાદેવ મંદિર ખાતે પંચામૃત મહોત્સવ સામૈયા અવસર પ્રસંગે પ્રાચીન મૂર્તિઓની પ્રતિષ્ઠા, પૂજ્ય શિવપુરી બાપુનો ભંડારો, 3001 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન, મહારુદ્ર યજ્ઞ, ભાગવત કથા પ્રસંગ યોજવાનો છે તેની સંપૂર્ણ તૈયારી પૂર્ણ કરાઈ છે તેના પ્રારંભ રૂપે ઝાઝાવડા ગુરુ ગાદીના મહંતના હસ્તે વસંત પંચમીના દિવસે માણેક સ્થંભ રોપાયો છે. આ કાર્યક્રમ માટે કરોડોનું દાન આપનારા પરિવારે કહ્યું, પ્લીઝ અમારું નામ ના લખતાં. ગફુરભાઇ ભરવાડે જણાવ્યું હતું કે થરા સમૈયા પ્રસંગે સમૂહ લગ્નમાં જે દીકરીઓના લગ્ન થવાના છે તમામ ને 251 જેટલી અંદાજે એક લાખ જેટલા ખર્ચની ચીજવસ્તુઓ અને કપડાં તેના ઘરે પહોંચતા કરાયા છે.
11 જણની ટીમે 15 હજાર કિ. મી.નો પ્રવાસ કરી સમાજના લોકો સાથે બેઠક કરી આખો પ્રસંગ ઊભો કરાયો છે.” જોકે ખર્ચ સંબંધિત વિગતો જાહેર કરાઈ નથી. થરા ખાતે સમસ્ત ભરવાડ સમાજના આ ઐતિહાસિક પ્રસંગની કંકોત્રી િજલ્લા તાલુકાના આગેવાનોને નેહડે નેહડે શાખ દીઠ ગમે તેટલા ઘર હોય તો પણ ત્યાં એકમાં અનેક સૂત્ર મુજબ એક જ કંકોત્રી આપવામાં આવી છેે.


comments powered by Disqus