રાજસ્થાનમાં વાયુસેનાના 2 ફાઇટર પ્લેન ક્રેશઃ એક પાઇલટ શહીદ

Wednesday 01st February 2023 06:03 EST
 
 

ગ્વાલિયરઃ ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરનારા ફાઇટર જેટ સુખોઈ-30 અને મિરાજ-2000 28 ફેબ્રુઆરીએ હવામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા. હવામાં જ આગનો ગોળો બની ગયેલા બંને વિમાન પૈકી એક મધ્યપ્રદેશ અને બીજું રાજસ્થાનમાં જઈને ક્રેશ થયું. મધ્યપ્રદેશના મુરૈનામાં ક્રેશ થયેલા વિમાનના બંને પાઇલટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે રાજસ્થાનમાં ક્રેશ થયેલા વિમાનમાં સવાર એક પાઇલટ શહીદ થયા છે.
50 કિ.મી. બાદ તૂટ્યો હતો ATCનો સંપર્ક
ગ્વાલિયર એરબેઝથી સવારે 9:15 વાગ્યે એકસાથે પ્રશિક્ષણ માટે નીકળેલા સુખોઈ અને મિરાજ અંગે રક્ષાસૂત્રોએ સંભાવના વ્યક્ત કરી છે કે, પ્રશિક્ષણ દરમિયાન બંને વિમાનની ટક્કર થઈ હોવાની સંભાવના છે. 50 કિ.મી. સુધી આ બંને ફાઇટર પ્લેનનો એટીસી સાથે સંપર્ક રહ્યો હતો, જે બાદ તે તૂટી ગયો હતો. જે બાદ બંને વિમાન હવામાં જ સળગી ઊઠ્યા હતા અને એક મુરૈનામાં તો બીજું ભરતપુરમાં જઈને ક્રેશ થયું હતું. જો કે વધુ માહિતી કોર્ટ ઓફ ઇન્ક્વાયરીમાં જ સામે આવશે.
પ્રશિક્ષણ મિશન દરમિયાન દુર્ઘટના
IAFએ નિવેદન આપતાં જણાવ્યું છે કે, ભારતીય વાયુસેનાના બંને લડાકુ વિમાન આજે સવારે ગ્વાલિયર પાસે દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં. વિમાનના પાઇલટ્સ નિયમિત કરવામાં આવતા પ્રશિક્ષણ મિશન પર હતા, જેમાં 3 પાઇલટ્સ પૈકી એક શહીદ થયા છે. દુર્ઘટનાનું કારણ શોધવા માટે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.


comments powered by Disqus