શ્રીનગર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સોમવારે શ્રીનગરમાં સમાપન થયું હતું. 145 દિવસમાં 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી યાત્રા પસાર થઇ હતી. 7 ડિસેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂઆત થઇ હતી. રાહુલે યાત્રાના સમાપન પર વધુ એકવાર યાત્રાને દેશની જનતા માટે કરી હોવાનું જણાવ્યું હતું.
રાજસ્થાનમાંથી યાત્રા પસાર થઇ રહી હતી તે દરમિયાન કોવિડ કેસ વધવા લાગતાં આરોગ્યમંત્રીએ યાત્રા રોકવાની અપીલ ચર્ચાની એરણે રહી હતી.
કન્યાકુમારીમાં રાહુલની વિવાદિત ખ્રિસ્તી પાદરી જ્યોર્જ પોનેય્યા સાથેની મુલાકાતથી વિવાદ થયો. કેરળના કોચીમાં વીર સાવરકરનું ચિત્ર યાત્રાના પોસ્ટર પર આવતા જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જૂની તકરાર અને દલીલબાજી શરૂ થઇ હતી.

