લોકસભામાં વિપક્ષની ડિપોઝિટ જપ્ત થવી જોઈએઃ પાટીલ

Wednesday 01st February 2023 03:57 EST
 
 

સુરેન્દ્રનગરઃ ગુજરાત ભાજપની સુરેન્દ્રનગરમાં મળેલી પ્રદેશ કારોબારીમાં પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાર્ટીના નેતાઓને નવો ટાર્ગેટ સોપ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની સામે ઊભા રહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના તથા અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થાય તેટલા પ્રમાણમાં ભાજપના ઉમેદવા૨ને મત મળે તે સુનિશ્ચિત કરવા માટે અહીં જણાવી દેવાયું છે.
ગુજરાત ભાજપની કારોબારી શરૂ થાય તે પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક રોડ-શો યોજાયો હતો. આ ઉપરાંત રાજ્ય સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સહકાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલે અલગ-અલગ પ્રેઝન્ટેશન રજૂ કર્યાં હતાં. ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો પર વિજય બદલ પ્રદેશ કારોબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ તથા પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન પાટીલે કહ્યું કે, વિધાનસભાનું મતદાન પૂરું થયા પછી વિવિધ સર્વેનું અનુમાન હતું કે ભાજપને 110થી 135 બેઠકો મળશે, પરંતુ મને વિશ્વાસ હતો કે આ જીત ઐતિહાસિક હશે અને 157થી વધુ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ભાજપ સત્તા મેળવી સેવા કરતી હોવાને કારણે પક્ષને એન્ટીઇકમ્બન્સી નડતી નથી.


comments powered by Disqus