અમદાવાદ: આસારામને જોધપુર બાદ હવે ગાંધીનગર કોર્ટમાં ચાલતા દુષ્કર્મ કેસમાં પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સુરતની એક મહિલાએ વર્ષ 2013માં આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામન આજીવન કેદની સજા ફટકારી છે.
આસારામ હાલ જોધપુરમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. હવે સુરતની યુવતી પર દુષ્કર્મ કેસમાં પણ આસારામને આજીવન કેદની સજા થઈ છે. આ યુવતીની નાની બહેન પર દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈને આજીવન કેદની સજા થઈ છે.

