ગીરસોમનાથઃ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર ચડાવવાનું પુણ્ય હવે પ્રત્યેક ભક્તને મળશે. સોમનાથ ટ્રસ્ટે ભક્તો માટે બિલ્વપૂજા સેવા લોન્ચ કરી છે. ભક્તો માત્ર રૂ. 21માં ઓનલાઇન અને વોઈસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા પૂજા માટે નોંધાણી કરાવી શકશે. બિલ્વ પૂજામાં ભાગ લેવા માટે ભક્તો સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ somnath.org પરથી નોંધણી કરાવી શકશે અથવા ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલી મિસ કોલ્ડ સુવિધાથી ઓટોમેટિક વોઇસ રજિસ્ટ્રેશન માધ્યમથી પૂજા માટે નોંધણી કરાવી શકશે. રાજ્ય સરકારના વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મૂળુ બેરા, શિવ દરબાર આશ્રમનાં ઉષા મૈયા, મહામંડલેશ્વર રમજુબાપુ સોમનાથ ટ્રસ્ટના મહાનુભવો દ્વારા આ પૂજા સેવા સોમનાથ પરિસર ખાતેથી લોન્ચ કરવામાં આવી હતી.

