હનુમાનગઢીના મહંતે મૌર્યનો શિરચ્છેદ કરનારને 21 લાખના ઇનામની જાહેરાત કરી

Wednesday 01st February 2023 06:03 EST
 
 

અયોધ્યાઃ રામચરિતમાનસ સંબંધમાં સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્યે વાંધાજનક ટિપ્પણી કરી એ જ અંદાજમાં હનુમાનગઢીના પૂજારી રાજુ દાસે પણ મૌર્ય વિરુદ્ધ વિવાદિત નિવેદન આપી દીધું છે. રવિવારે રાજુ દાસે વીડિયો જારી કરીને કહ્યું કે સ્વામી પ્રસાદનું મસ્તક ધડથી અલગ કરનારને રૂપિયા 21 લાખનું ઇનામ આપવામાં આવશે. જોકે બાકીના સંતોએ સ્વામીપ્રસાદ અજ્ઞાની હોવાનું કહીને સંયમપૂર્વક આક્રોશ વ્યક્ત કર્યો હતો. આચારી મંદિરના મહંત વિવેક આચારીએ પણ સપા નેતા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. સપા એમએલસી સ્વામીપ્રસાદ મૌર્યે રામચરિતમાનસ પર ટિપ્પણી કર્યા પછી રવિવારે ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ધર્મની દુહાઇ આપીને આદિવાસી, દલિતો અને પછાતવર્ગની મહિલાઓના અપમાન કરવાના ષડયંત્રનો વિરોધ કરું છું. જે રીતે શ્વાન ભસવાને કારણે હાથી પોતાની ચાલ નથી બદલતો એ જ રીતે આ સમુદાયોને સન્માન જ અપાવવા સુધી હું પણ મારી ચાલ નહીં બદલું.’ ઉલ્લેખનીય છે કે શનિવારે સ્વામીપ્રસાદે માફી માંગવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે દલિતો, પછાત વર્ગના અધિકારો માટે સતત સંઘર્ષ કરતો રહીશ.


comments powered by Disqus