હીરાસર એરપોર્ટનું 1 ફેબ્રુઆરીએ ફલાઇટ ટેસ્ટિંગ: એપ્રિલમાં લોકાર્પણ

Wednesday 01st February 2023 04:34 EST
 
 

રાજકોટઃ આગામી એપ્રીલ માસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ - સૌરાષ્ટ્ર - કચ્છની લાખો પ્રજાને ઍક અમૂલ્ય ભેટ આપવા જઇ રહ્ના છે.
વિગતો મુજબ રાજકોટથી 20 કિમી દુર બની રહેલ આંતરરાષ્ટ્રીય હિરાસર ઍરપોર્ટનું 97 ટકા કામ પુરૂં થયું છે, રન-વે તૈયાર થઇ ગયો છે, અને આગામી 1 ફેબ્રુઆરીના રોજ કેલીબેશન ફલાઇટનું રન-વે ઉપર ટેસ્ટિંગ થશે, જે અંગે તૈયારીઓ કરી લેવાઇ છે, રન-વે પર બંને બાજુની લાઇટો ચાલુ થઇ ગઇ છે, ઍ ફલાઇટ ટેસ્ટીંગ બાદ મોટી ફલાઇટ ઉતારાશે અને બાદમાં ઍપ્રીલમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ થશે, નાગરિક ઉડ્ડયન સચિવ શ્રી રાજીવ બંસલ રાજકોટમાં હતા, આ લોકાર્પણ કયારે કરવું, કેમ કરવું તેની આછેરી ઝલક તેમણે અધિકારીઓને આપી દીધી છે.
ટોચના સૂત્રોના કહેવા મુજબ જમીન સંપાદન કામ પુરૂં થયું છે, ટર્મીનલ-1 બની ગયું છે, ટર્મીનલ-2નું કામ ચાલુ છે, હાલ ફિનિશિંગ - લોન્જ ઘાસની કામગીરી થઇ રહી છે, હવે ડીજીસીઆઇ 15 દિવસમાં તમામ પ્રકારના ઍનઓસી આપી દે એટલે લોકાર્પણની તૈયારીઓ શરૂ કરી દેવાશે, રાજકોટને ઍક લાખેણી ભેટ મળશે.


comments powered by Disqus