અંકલેશ્વરઃ અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ-વે બીજા ચરણમાં દેશને સમર્પિત કરાશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાં વડોદરા-અંકલેશ્વર સેક્શન મે માસમાં અને દિલ્હી-વડોદરા લિન્ક ડિસેમ્બર સુધીમાં ખૂલી શકે. એક્સપ્રેસ-વે 320 મિલિયન લિટરથી વધુની વાર્ષિક બળતણ બચત પેદા કરશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાં અમદાવાદ અને અંકલેશ્વરનો 8 લેન હાઇવે 2023 ડિસેમ્બર સુધીમાં બીજા ચરણમાં દેશને સમર્પિત કરાય તે માટે હાલ જોરશોરમાં 1,386 કિલોમીટર લાંબા 8 લેન એક્સપ્રેસ-વેનો દિલ્હી-દૌસા વચ્ચેનો પ્રથમ ભાગ બે દિવસ પહેલાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂક્યો છે. ત્યારે ગુજરાતમાં તેના બીજા ચરણમાં લિન્કને ક્યારે ખુલ્લી મુકાશે તેની અટકળો તેમજ ઉત્કંઠા તેજ બની ગઈ છે. ગુજરાત માટે 8 લેન એક્સપ્રેસ-વે ભવિષ્યમાં 12 લેન સુધી વિસ્તરણ કરી શકાશે.

