અમરેલીના દરિયામાં ચાંચ બંદર પુલ બનાવવા રાજ્ય સરકાર દ્વારા સરવે

Wednesday 01st March 2023 05:13 EST
 
 

રાજુલાઃ અમરેલીના દરિયાકાંઠે રાજુલામાં આવેલા ચાંચબંદરમાં ગ્રામજનોને વર્ષોથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ચાંચબંદર અને વિક્ટર વચ્ચે આવેલી દરિયાઈ ખાડી વચ્ચે પુલ બનાવવાની વર્ષોથી માગ કરવામાં આવી હતી. આ પુલ બનતાં 25 કિ.મી. દૂર ફરીને જતા લોકોને રાહત મળે તેમ છે. હાલ મોટાભાગે લોકો વિક્ટર અને ચાંચ બંદર વચ્ચેથી બોટ મારફતે અવરજવર કરી રહ્યા છે.
સ્થાનિકો દ્વારા વર્ષોથી કરવામાં આવતી માગણીને લઈ તાજેતરમાં ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ હાઇવેના અધિકારી, કર્મચારીઓ અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના કાફલા દ્વારા બોટ મારફતે સરવે કામગીરી કરવામાં આવી હતી, જેમાં માત્ર 500 મીટર પુલ બની જાય તો લોકોની મોટી સમસ્યાનો હલ થાય તેમ જણાયું છે.


comments powered by Disqus