ઐતિહાસિક નગર અમદાવાદનો 613મો સ્થાપના દિવસ

Wednesday 01st March 2023 04:26 EST
 
 

હેરિટેજ સિટી અમદાવાદનો 26 ફેબ્રુઆરીએ સ્થાપનાદિન ઊજવાયો. તવારીખ મુજબ ઐતિહાસિક શહેર અમદાવાદનો 613મા વર્ષમાં પ્રવેશ થયો છે. નગરની સ્થાપના થઈ ત્યારે હાલના એલિસબ્રિજના પૂર્વ છેડે ભદ્ર કિલ્લા નજીક જ્યાં માણેક બુરજ છે ત્યાં નગરનો પાયો નાખવામાં આવ્યો હતો. શહેરે અનેક ઉતાર-ચડાવ અનુભવ્યા છે, છતાં સમયના સથવારે તેની પ્રગતિ થતી રહી છે. બ્રિટિશ સમયે શહેર માન્ચેસ્ટર તરીકે પણ ઓળખાતું હતું. માણેક બુરજ અને શહેરની ઓળખ સાથે જે તાદામ્ય છે તે જાળવી રાખવા દર સ્થાપનાદિને અહીં પારંપરિક નગરપૂજન-અર્ચન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે અમદાવાદ પર  નગરદેવી ભદ્રકાળી માતાનાં આશીર્વાદ છે. અહીં વસનારા ક્યારેય દુઃખી થતા નથી, સૌને રોટી, કપડાં ને છત મળી રહે છે. 


comments powered by Disqus