દુબઈથી મહિલા બાળકના ડાઇપરમાં 5 કિલો સોનું સંતાડી લાવી

Wednesday 01st March 2023 04:27 EST
 
 

અમદાવાદઃ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડીઆરઆઇએ બાતમીના આધારે રૂ. 2.61 કરોડની કિંમતનું 5 કિલોથી વધુ સોનું પકડી પાડ્યું છે. દુબઈથી આવેલી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં 3 પેસેન્જર દાણચોરીથી સોનું ઘૂસાડી રહ્યા હોવાની બાતમીના આધારે એક મહિલા તેના બાળકને પહેરાવેલા ડાઇપરમાં સોનાની પેસ્ટ સંતાડી લાવી હતી, જેને ઝડપી લેવાઈ હતી.

સોમવારે ડીઆરઆઇના અધિકારીઓએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. તપાસ દરમિયાન પેસ્ટ સ્વરૂપે લવાયેલું લગભગ 5088 ગ્રામ સોનું પકડાયું હતું. ડાઇપર ઉપરાંત મહિલા દ્વારા સોનું જીન્સના બેલ્ટ તેમજ પેન્ટના નીચેના ભાગમાં છુપાવી બાળકને પહેરાવી દેવાયું હતું. સોનાની દાણચોરી માટે બાળકનો ઉપયોગ થયો હોવાનો આ પ્રથમ કેસ છે.

પોલીસે દાણચોરીના કેસમાં બે મહિલા પેસેન્જર સહિત ત્રણ આરોપી ધરપકડ કરી હતી, જેની તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક કિસ્સામાં સોનાની દાણચોરીમાં એરપોર્ટના સ્ટાફની સંડોવણી હોવાનું પણ પકડાયું હતું.


comments powered by Disqus