પૂ. રંગઅવધૂત મહારાજના જીવન પ્રસંગો પર ફિલ્મ બનાવવામાં આવશે

Wednesday 01st March 2023 05:33 EST
 
 

વડોદરાઃ નારેશ્વરના સંત તરીકે જાણીતા પૂ.રંગ અવધૂત મહારાજના જીવનચરિત્ર પર વલસાડના કથાકાર દ્વારા ફિલ્મ બનાવવાનો નિર્ણય કરાયો છે. ‘યોગીરાજ અવધૂત' નામની આ ફિલ્મના પોસ્ટરનું અનાવરણ 25 ફેબ્રુઆરીએ નારેશ્વર ખાતે ટ્રસ્ટી અને ધારાસભ્યોની હાજરીમાં કરાયું.
વલસાડના કથાકાર રાકેશ જોષી દ્વારા 2.15 કલાકની આ ફિલ્મ માટે સ્ક્રીપ્ટ લખવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ કથાની સાથે નાટક ક્ષેત્રે પણ તેઓ સક્રિય હતા. અવધૂત ગાથા નાટકના 116 પ્રયોગ કર્યા બાદ તેમને ફિલ્મ બનાવવાની પ્રેરણા થઈ. છેલ્લાં 3 વર્ષથી રંગઅવધૂત મહારાજના જીવનચરિત્ર સાથે સંકળાયેલાં સ્થળો અને કાસ્ટિંગ માટે મહેનત કર્યા બાદ આખરે તેના પોસ્ટરનું અનાવરણ કરાયું છે. ફિલ્મમાં રંગઅવધૂત મહારાજના વતન મહારાષ્ટ્રના દેવરેથી ગુજરાતના નારેશ્વર સુધીની તમામ લીલાને વર્ણવી લેવાશે. 26 ફેબ્રુઆરીએ પાદરા ખાતે ફિલ્મના પ્રથમ મુહૂર્ત શોર્ટનું ફિલ્માંકન કરાયું.


comments powered by Disqus