બદ્રીનાથ હાઇવે પર જળસ્ત્રોત ફૂટતાં સ્થાનિકો ભયમાં

Wednesday 01st March 2023 05:47 EST
 
 

જોશીમઠઃ શિયાળાની સિઝન પૂરી થતાં જ હિન્દુઓ ચારધામ યાત્રા શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં વિશ્વવિખ્યાત બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ ખૂલશે, પરંતુ આ ચારધામ યાત્રા શરૂ થતા પહેલાં જ ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચારધામ યાત્રાના બેઝ કેમ્પ ગણાતા જોશીમઠમાં ઘરો અને ઇમારતોમાં તિરાડો પડ્યા પછી ફરી એક વખત જળસ્ત્રોત ફૂટવા લાગ્યા છે. બદ્રીનાથ નેશનલ હાઇવે પર રવિવારે સવારે જ ભૂસ વડિયાર નજીક અચાનક પાણીનો સ્ત્રોત ફૂટવાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ પહેલાં 3 જાન્યુઆરીએ જેપી વીજળી કંપનીની પરિસરમાં પણ પાણીનો મોટો જળસ્ત્રોત ફૂટ્યો હતો, જે ઘણા સમય પછી રિપેર થયો હતો. સતત થઈ રહેલા પાણીના સ્ત્રાવથી ગ્રામીણો ગભરાઈ ગયા હતા.


comments powered by Disqus