સૌરાષ્ટ્રમાં પ્રવાસનને પ્રોત્સાહન માટે બજેટમાં વિશેષ જોગવાઈ

Wednesday 01st March 2023 04:58 EST
 
 

જૂનાગઢઃ ગુજરાત સરકાર દ્વારા બજેટમાં ટૂરિઝમ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાને ટૂરિઝમ, આંતરમાળખાકીય સુવિધાની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત સોમનાર અને ગીરનાં 5 સ્થળો માટે રૂ. 8 હજાર કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સિવાય વધુ એક લાયન સફારી માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 27 કરોડ ફાળવવામાં આવ્યા છે.

બજેટમાં ધાર્મિક, હેરિટેજ, એડવેન્ચર, ઇકો ટૂરિઝમ અંતર્ગત પ્રવાસન સ્થળો માટે જોગવાઈ કરાઈ છે. જેનો લાભ જૂનાગઢ અને ગીર સોમનાથનાં સ્થળોને મળશે. આ વિકાસના પંથમાં રાજ્યનાં દરેક મહાનગરો માટે હાઇપોનિક બ્રિજ બનાવવાની યોજના પણ સામેલ છે, જેનો લાભ પણ જૂનાગઢને મળી શકે. નેચર પાર્ક, રમણીય સ્થળો, મહાનગરો, બંદરો, ઔદ્યોગિક સ્થળો, યાત્રાધામોને જોડતા રસ્તા માટે જે રૂ. 2800 કરોડની ફાળવણી કરાઈ છે. જે અંતર્ગત જૂનાગઢ-સાસણ રોડ ફોરલેન બની શકે.
જૂનાગઢમાં રેલવે ફાટકો દૂર થઈ શકે
દરેક મહાનગરોમાંથી પસાર થતી રેલવે લાઇનમાં આવતા ફાટક દૂર કરવાની જોગવાઈ અંતર્ગત જૂનાગઢમાંથી વિસાવદર રેલવે લાઇન માટે તો ટેન્ડરિંગ થઈ ગયું છે પણ એ સિવાય ખામધ્રોળ અને ચોબારી ફાટકો દૂર કરવાનાં કામ પણ થવાની શક્યતા છે.
કેશોદ એરપોર્ટ માટે જોગવાઈ
કેશોદ એરપોર્ટ પર કાર્ગો ટર્મિનલ બનાવવા વડાપ્રધાને અગાઉ નિર્ધાર વ્યક્ત કર્યો છે, ત્યારે ગુજરાત સરકારના બજેટમાં અહીં કાર્ગો ટર્મિનલની સુવિધા માટે પણ રકમની ફાળવણી ફરવામાં આવી છે.


comments powered by Disqus