અમદાવાદ : અમદાવાદ એરપોર્ટના શિયાળુ સમયપત્રકમાં નવાં સ્થળોની જાહેરાત કરાઈ છે. સમયપત્રકના આ ફેરફારથી અમદાવાદથી ડાયરેક્ટ જેસલમેર, દીવ, આગ્રા અને પોર્ટ બ્લેયરના અદ્ભુત ટાપુ સુધી સહેલાઈથી પહોંચી શકાશે. આ શિયાળુ સમયપત્રક 29 ઓક્ટોબરથી લાગુ કરી દેવાયું છે. આગામી નૂતન વર્ષના તહેવારોની સાથે અન્ય તહેવારોની રજા માણવા માટે જતા ગુજરાતીઓ માટે સીધી ફ્લાઇટ મળી રહેશે. અમદાવાદ એરપોર્ટથી ઇન્ડિગો એરલાઇન્સે જેસલમેર અને દીવની દૈનિક સીધી ફ્લાઈટ માટે બુકિંગ શરૂ કરી દીધું છે. ઇન્ડિગોએ આગ્રામાં પણ ઓપરેશન્સ ચાલુ કર્યાં છે. ત્યારે અલાયન્સ એર પણ ઇન્દોરને સમાવીને શેડ્યુલ વધારી રહી છે. જેમાં સાપ્તાહિકમાં ડાયરેક્ટ ત્રણ ફ્લાઇટ્સ ચાલે છે.

