મલપ્પરમઃ કેરલના મલપ્પુરમમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં એક રેલીમાં હમાસના નેતા ખાલેદ મશાલના વર્ચ્યુઅલ સંબોધનથી ખળભળાટ મચી ગયો છે, જે અંગે ભાજપે કાર્યવાહીની માગ કરી છે. હમાસના નેતા ખાલેદ મશાલે શુક્રવારે મલપ્પુરમમાં એકજૂટતા યુવા આંદોલન (સોલિડેરિટી યૂથ મૂવમેન્ટ) દ્વારા આયોજિત યુવા પ્રતિકાર રેલીમાં વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.
સોલિડેરિટી યૂથ મૂવમેન્ટ જમાત-એ-ઇસ્લામીની યુવા પાંખ છે, જેણે મલપ્પુરમમાં આ રેલીનું આયોજન કર્યું હતું. તેનું સૂત્ર છે ‘બુલડોઝર હિન્દુત્વ અને રંગભેદ યહૂદીવાદને જડમૂળથી ઉખેડી નાખો’. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રને હમાસ નેતાની સંડોવણી પર પ્રતિક્રિયા આપી છે અને કાર્યવાહીની માગ કરી છે. કોઝિકોડમાં પણ ગાઝાના સમર્થનમાં રેલી યોજાઈ હતી.

