ડો. વિષ્ણુ પંડ્યા વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી બન્યા

Wednesday 01st November 2023 06:52 EDT
 
 

અમદાવાદઃ વિશ્વ ગુજરાતી સમાજના અધ્યક્ષ સી.કે. પટેલે ડો. વિષ્ણુ પંડ્યાને મહામંત્રી તરીકે આમંત્રણ આપીને વિશ્વ ગુજરાતી સમાજના મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે. ડો. વિષ્ણુ પંડ્યા અગાઉ 5 વર્ષ સુધી સમાજના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલ તેઓ ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્રના અને કૃષ્ણાલાલ શ્રીધરાણી એકેડેમિક ચેરના અધ્યક્ષ છે. તેઓ 150 પુસ્તકો ઉપરાંત વિવિધ અખબારોમાં નિયમિત કોલમ લખી રહ્યા છે.
5 વર્ષ સુધી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે રહીને ગુજરાતી ભાષા અને સાહિત્યને અન્ય પ્રદેશો અને વિશ્વના વિવિધ દેશોમાં લોકપ્રિય બનાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સાહિત્યિક સંસ્થાઓ, ફિલિપિન્સની પેન્નાસી, 60 દેશોમાં સક્રિય મોટિવેશનલ સ્ટ્રીપ્સ, બલ્ગેરિયન સાહિત્ય સંગઠન, એન.આર.જી. ફાઉન્ડેશન, ગાંધીનગર અને કોલકાતા, બેંગલુરુ, દિલ્હી, ઝાંસી, મુંબઈ વગેરેના સાહિત્ય સંગઠન દ્વારા પણ તેમનું સન્માન કરાયું હતું. તાજેતરમાં વારાણસી, બનારસ, કાશીમાં દેશના 24 ભાષાકર્મી પત્રકારોનું કાચી કામ કોટિપીઠના શંકરાચાર્યજીએ સન્માન કર્યું હતું, તેમાં ગુજરાતના વિષ્ણુ પંડ્યાનું પણ વિશિષ્ટ સન્માન કરાયું હતું. અત્યારે તેઓ કચ્છ માંડવીમાં ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણવર્માના સ્મારકનું મ્યુઝિયમ અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનું માર્ગદર્શન કરી રહ્યા છે. આ પૂર્વે સોમનાથના લાઇટ એન્ડ સાઉન્ડ શોની સ્ક્રીપ્ટ પણ તેમણે લખી, જેને અમિતાભ બચ્ચને અવાજ આપ્યો છે.


comments powered by Disqus