પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન

Wednesday 01st November 2023 06:45 EDT
 
 

ગોધરાઃ પંચમહાલના દિગ્ગજ નેતા અને પોતાની મૂછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું 83 વર્ષે નિધન થયું છે. પૂર્વ સાંસદ અને ધારાસભ્ય પ્રભાતસિંહ ચૌહાણ 26 ઓક્ટોબરે વહેલી સવારે નિત્યક્રમ પ્રમાણે પોતાના ખેતરમાં મોરને દાણા નાખીને આવી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ ગોધરામાં થયો હતો.


comments powered by Disqus