બુલેટ ટ્રેનના 4 સ્ટેશનના ડોમ, રેલવે સ્લેબની કામગીરી પૂર્ણ થઈ

Wednesday 01st November 2023 06:18 EDT
 
 

અમદાવાદઃ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેન માટે જોરશોરથી કામગીરી ચાલી રહી છે. તે માટે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં જમીન સંપાદન લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. બુલેટ ટ્રેન માટે સુરત, આણંદ, અમદાવાદ અને વાપીમાં બનનારા સ્ટેશનનું પણ ઘણું ખરું કામ થઈ ગયું છે. જ્યારે બિલિમોરા, ભરૂચ, વડોદરા અને સાબરમતી સ્ટેશનો નિર્માણાધીન છે. આ તમામ સ્ટેશનને કોઈને કોઈ પ્રચલિત થીમ પર બનાવવામાં આવી રહ્યાં છે. બુલેટ ટ્રેન માટે સુરત સૌથી મોટું સ્ટેશન હશે, જેનું નિર્માણ 58 હજાર સ્ક્વેર મીટરમાં કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં હેરિટેજ થીમ, સુરતમાં ડાયમંડ થીમ, વાપીમાં સ્પીડની થીમ અને આણંદમાં દૂધ શ્વેતક્રાંતિની થીમ પર સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યાં છે.


comments powered by Disqus