ઝૂલતા પુલની માનવસર્જિત દુર્ઘટનાને 30 ઓક્ટોબર સોમવારે બરોબર એક વર્ષ થયું. સો વર્ષ સુધી અડીખમ રહેલો ઝૂલતો પુલ નવીનીકરણ બાદ ખુલ્લો મુકાયાના ગણતરીના જ સમયમાં ધરાશાયી થયો અને 135 માનવજિંદગી હોમાઈ ગઈ હતી. આ પુલની જાળવણીનો કોન્ટ્રાક્ટ લેનારા ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જવાબદાર ઠેરવ્યા, છતાં તેમને બચાવવા રાજકારણીઓ મેદાને પડ્યા છે તે જાણીને આ પરિજનોને આંચકો લાગ્યો છે. ન્યાયની પોકાર સાથે સોમવારે તેઓ સાબરમતી આશ્રમે પહોંચ્યા હતા અને ધરણાં યોજ્યાં હતાં.

