રૂ. 100 કરોડની લોન લઈ દંપતી અમેરિકા પલાયન

Wednesday 01st November 2023 06:40 EDT
 
 

સુરતઃ સુરત હાઇટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતિષ અગ્રવાલે બેન્ક ઓફ બરોડામાંથી રૂ. 100 કરોડની લોન લઈ વિજય શાહ અને કવિતા શાહ અમેરિકા ભાગી ગયું છે. જાણવા મળી રહ્યું છે કે આ ત્રિપુટીએ અન્ય બિઝનેસમેન પાસેથી પણ કેટલાક રૂપિયા પચાવી પાડ્યા છે. વિજય શાહ અને તેમની પત્ની કવિતા તો અમેરિકા ફરાર થઈ ગયાં છે, પરંતુ સતિષ અગ્રવાલ સુરતમાં જ છે. જેના પર ફરિયાદ થઈ છે.
આ ફરાર દંપતી પર આ ઉપરાંત રાજસ્થાનમાં જમીન છેતરપિંડી અને સુરતમાં એક જ ફ્લેટ બે લોકોને વેચાણ કરી દેવા અંગે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ સમગ્ર મામલે ગાંધીનગર સીબીઆઇએ તપાસ શરૂ કરી છે.
બેન્ક તેમજ અન્યના રૂ. 100 કરોડ ચાંઉ
હાઇ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ, પત્ની કવિતા શાહ બેન્ક ઓફ બરોડા સુરતથી રૂ. 100 કરોડની લોન ઉપાડી તેમજ શહેરના અન્ય બિઝનેસમેનની સાથે છેતરપિંડી કરી તેમનાં નાણાં પચાવી ભારત છોડીને અમેરિકા ભાગી ગયાં છે. અમેરિકા ભાગી જતા પહેલાં કંપનીના કર્મચારીને ડિરેક્ટર બનાવીને સતિષ અગ્રવાલને ડિરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો, તેથી તેના પર કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થાય. વિજય શાહે મેમણ કો-ઓ. બેન્કમાંથી લોન લીધેલી અને પછી તેણે નાદારી નોંધાવતાં તેની ધરપકડ પણ થઈ હતી. એ પછી મેમણ કો,ઓ. બેન્કનું બેન્ક
ઓફ બરોડામાં વિલીનીકરણ થઈ ગયું.


comments powered by Disqus