વડાપ્રધાન મોદીએ રામ નામ મંત્ર લખી સોમનાથ ટ્રસ્ટનો મહાયજ્ઞ શરૂ કરાવ્યો

Tuesday 31st October 2023 06:49 EDT
 
 

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ-પ્રભાસ પાટણની 122મી બેઠક મળી હતી. આ બેઠકમાં નરેન્દ્ર મોદીની 5 વર્ષ માટે ફરીથી ટ્રસ્ટી મંડળે અધ્યક્ષપદે વરણી કરી હતી. દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં તેમણે ટ્રસ્ટ દ્વારા આયોજિત રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ પુસ્તિકામાં સૌથી પહેલા રામ નામ લખીને તેનો આરંભ કરાવ્યો હતો.
સોમનાય ટ્રસ્ટ દ્વારા આયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ પુસ્તિકા અભિયાનનું આયોજન કરાયું છે. જેથી સૌ શ્રદ્ધાળુ મહાયજ્ઞમાં જોડાય અને રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગના સાક્ષી બની તેમાં જોડાય. ટ્રસ્ટની 122મી બેઠકમાં સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યા, ઓનલાઇન બુકિંગ, પૂજાવિધિ સહિતની વ્યવસ્થાની જાણકારી માટે ડેશબોર્ડનો શુભારંભ પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus