ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને હત્યાની ધમકી

Wednesday 01st November 2023 07:05 EDT
 

ઉદ્યોગપતિ મૂકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ઇ-મેઇલ દ્વારા ધમકી મળી છે. એક અજાણી વ્યક્તિએ તેમને ઇ-મેઇલ મોકલીને રૂ. 200 કરોડની માગણી કરી છે. તેણે કહ્યું છે કે, તે દેશના શ્રેષ્ઠ શૂટર્સ દ્વારા તેમને મારી નાખશે.

• મથુરા જન્મભૂમિ મામલામાં 10 નવેમ્બરે સુનાવણીઃ મથુરાના કૃષ્ણ જન્મભૂમિ વિવાદ સાથે સંકળાયેલા મામલાની સુનાવણી સુપ્રીમમાં 10 નવેમ્બરે થશે. જસ્ટિસ કૌલની બેન્ચે સોમવારે સુનાવણી સ્થગિત કરી હતી.

• કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગઃ કાશ્મીરમાં આતંકીઓએ સતત ત્રીજા દિવસે ટાર્ગેટ કિલિંગને અંજામ આપતાં યુપીના પ્રવાસી કામદારની હત્યા કરી હતી.

• બંગાળના મંત્રી જ્યોતિપ્રિય મલિકની ધરપકડઃ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનરજીને વધુ એક ઝટકો લાગ્યો છે. ઇડીએ રાશનના વિતરણમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં મંત્રી જ્યોતિપ્રિય મલિકની ધરપકડ કરી છે.

• વરિષ્ઠ સંઘ વિચારક આર. હરિનું નિધનઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ વિચારક આર. હરિનું રવિવારે 93 વર્ષની વયે નિધન થયું. તેમણે એશિયન દેશો તથા ઓસ્ટ્રેલિયામાં હિન્દુ સ્વયંસેવક સંઘની કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.

• આંધ્રમાં બે ટ્રેન ટકરાઈ, 8 મોતઃ આંધ્રપ્રદેશના વિજયનગરમાં રવિવારે એક જ ટ્રેક પર દોડતી બે ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાતાં 8 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 20 પ્રવાસી ઘાયલ થયા હતા. વિશાખાપટ્ટનમથી પાલસા જઈ રહેલી પેસેન્જર ટ્રેને રાયગઢ જઈ રહેલી ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી.


comments powered by Disqus