સીમાદર્શન પછી હવે સમુદ્રદર્શન શરૂ કરવાની તૈયારી

Wednesday 01st November 2023 06:46 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે જમીની સીમાદર્શન માટે નડાબેટ સરહદ પર પ્રવાસીઓ માટે પ્રવાસનની વ્યવસ્થા ઊભી કરી છે. આવી જ રીતે સમુદ્રીતટ પર પાકિસ્તાન સાથે મળતી સીમા લોકોને બતાવવા માટે પણ તૈયારી આરંભી દેવાઈ છે. ગુજરાતીઓ મેન્ગ્રૂવનાં જંગલો જોવા માટે કેરાલા અને વિદેશ જાય છે, ત્યારે તેમને ગુજરાતમાં ઘરઆંગણે જ મેન્ગ્રૂવનાં જંગલો જોવાની વ્યવસ્થા ઊભી કરવાનો આગ્રહ પ્રધાનમંત્રી મોદીએ કર્યો હતો. જેના પગલે પ્રવાસન વિભાગ, વન વિભાગ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને બીએસએફ તેમ ચાર સત્તામંડળના સંયુક્ત પ્રયાસથી કચ્છના કોટેશ્વર મહાદેવ મંદિર નજીક અથવા લકી નાળાથી બોટની દોઢ કલાકની મુસાફરી રહેશે.
આ મુસાફરી મેન્ગ્રૂવનાં વૃક્ષો વચ્ચેથી પસાર થશે અને ત્યાં સમુદ્રીસીમાનાં દર્શન કરાવાશે તેવું પ્રવાસન વિભાગનાં સત્તાવાર સૂત્રોનું કહેવું છે. સૂત્રોએ ત્યાં સુધી કહ્યું હતું કે, આગામી રણોત્સવ સુધીમાં સમુદ્રી સીમા દર્શન ખુલ્લું મૂકવાનું આયોજન છે. વિશ્વનાં પ્રવાસન સ્થળો પૈકી શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે ધોરડો જાહેર થયું છે. ધોરડો આવતા પ્રવાસીઓને વધુ પ્રવાસન સ્થળો જોવાની તક મળે અને એકાદ-બે દિવસ વધુ રોકાઈ શકે તેટલા માટે મેન્ગ્રૂવ ટૂરિઝમનો વિકાસ કરાશે.આવશે.


comments powered by Disqus