CMના કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયેલા ભુજ પાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ

Wednesday 03rd May 2023 06:42 EDT
 
 

ભુજઃ ભુજના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સનદ અને પ્રોપર્ટી કાર્ડના વિતરણ કાર્યક્રમમાં ઉદ્બોધન કરી રહ્યા હતા, ત્યારે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જિગર પટેલ ઊંઘતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ચીફ ઓફિસરના આ વર્તનને ગંભીર બેદરકારી અને તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ ગણાવી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો હતો.
ભુજ ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ઉદબોધન કરી રહ્યા હતા ત્યારે ઊંઘતા ઝડપાયેલા ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરતા હુકમમાં જણાવાયું કે, જિગર પટેલે દાખવેલી ગંભીર બેદરકારી તથા વર્તણૂક પ્રથમ દૃષ્ટિએ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ દર્શાવે છે.


comments powered by Disqus