આતંકવાદના પડકારો સામે આપણે સાથે મળીને લડવું પડશેઃ રાજનાથ

Wednesday 03rd May 2023 07:01 EDT
 
 

નવી દિલ્હીઃ આતંકવાદના વૈશ્વિક પડકારો સામે આપણે સૌએ સાથે મળીને લડવું પડશે તેમ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે SCO સભ્ય દેશોનાં સંરક્ષણ પ્રધાનોની બેઠકને સંબોધતાં કહ્યું હતું. આતંકી ગ્રૂપો દ્વારા હવે સોશિયલ મીડિયા તેમજ ક્રાઉડ ફન્ડિંગ જેવી નવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. આવા સંજોગોમાં આપણે મજબૂત બનીને લડવું પડશે.
સંરક્ષણ સહયોગ વધારવા તક
રાજનાથસિંહે કહ્યું, SCOના સભ્ય દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા બેઠક મહત્ત્વની તક પૂરી પાડશે. આપણે વિશ્વાસ અને સહયોગની ભાવનાને મજબૂત બનાવવાની છે. ભારત આ માટે તમામ કાર્યો કરવા પ્રતિબદ્ધ છે.
રાજનાથે ચીન સાથે હાથ ન મિલાવ્યા
એસસીઓની બેઠકમાં તઝાકિસ્તાન, ઈરાન અને કઝાકિસ્તાનના સંરક્ષણ મંત્રી સાથે ભારતીય સંરક્ષણમંત્રી રાજનાસિંહે હાથ મિલાવ્યા હતા, પરંતુ ચીનના સંરક્ષણ મંત્રી સાથે હાથ મિલાવવાના બદલે હાથ જોડી અભિવાદન કર્યું હતું.


comments powered by Disqus