અમદાવાદઃ કિરણ પટેલ બાદ રાજકીય વગના નામે કરોડોની ગેરરીતિ કરનારા સંજય રાય (શેરપુરીયા)નાં કરતૂત સામે આવ્યાં છે. જેમાં તેણે નરેન્દ્ર મોદી, મોહન ભાગવત સહિત કેન્દ્રીય પ્રધાનોના ફોટો બખૂબી ઉપયોગ કરી કરોડોનું ફૂલેકું ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે.
બોપલ ખાતે ઇસરોના એક સમારોહમાં પીએમની હાજરીમાં સંજય રાયે ઉપગ્રહ બનાવવા આઇટીસી સાથે કરાર કર્યા હતા.
સંજયે આ પ્રોજેક્ટમાં ગુજરાત, દિલ્હી, યુપી માટે 75 નેનો ઉપગ્રહ બનાવવા નક્કી કર્યું હતું. કંડલા એનર્જી એન્ડ કેમિકલ લિમિટેડના નામે રૂ. 350 કરોડનું ફુલેકું ફેરવાનારા સંજય રાયે અંતરીક્ષની દુનિયામાં ઝુકાવ્યું હતું. વર્ષ 2022માં અમદાવાદમાં ઇસરોએ એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો. સમારોહમાં સંજય રાયની સંસ્થા યૂથ રૂરલ આંતરપ્રેન્યોર ફાઉન્ડેશને ભારતીય પ્રૌદ્યોગિકી કોંગ્રેસ એસોસિયેશન (આઇટીસીએ) સાથે એમઓયુ કર્યા હતા.

