ઘોર કળિયુગઃ પિતાની હત્યા માટે પુત્રએ જ શૂટરને સોપારી આપી

Wednesday 03rd May 2023 06:11 EDT
 
 

ભરૂચઃ મક્તમપુર વિસ્તારમાં 11 એપ્રિલે કુદરતી હાજતે ગયેલા માટલા અને નર્સરીના વેપારી પર ફાયરિંગ કરવામા આવ્યું હતું. આ બનાવની તપાસ દરમિયાન જણાયું કે પુત્રએ જ પિતાની હત્યાની સોપારી આપી હતી. આ બનાવ અંગે એલસીબી અને સી-ડિવિઝન પોલીસ બિહારથી ત્રણે શાર્પશૂટરને ઝડપી ભરૂચ લઈ આવી હતી, જ્યારે સોપારી આપનારા પુત્રને ભરૂચથી ઝડપી લેવાયો હતો.
આ બાબતે વેપારીના પુત્રએ જૂની અદાવતમાં આયોજનબદ્ધ હુમલો થયાની શંકા વ્યક્ત કરી હતી. દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, આરોપીઓ બિહાર ખાતેથી આવ્યા હતા અને શિવહરથી ત્રણેય આરોપીઓને ઝડપ્યા હતા. શૂટર્સની પૂછપરછમાં વેપારીનો પુત્રએ નાણાકીય લેવડદેવડમાં પિતાની હત્યાની સોપારી આપી હોવાનું જણાયું હતું.


comments powered by Disqus