જૂનાગઢઃ જામનગરમાં ગુજરાતના 63મા સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત રૂ. 352 કરોડનાં 553 વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રની તબિયત નાદુરસ્ત રહેતાં તેમની અનઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.
મંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકાર છેવાડાના માનવી સુધી તમામ સેવા પહોંચે તે માટે દિવસ રાત પ્રયાસ કરે છે. જામનગરમમાં રૂ. 98 કરોડના ખર્ચે 422 કામોનું ઇ-લોકાર્પણ, રૂ. 162 કરોડથી વધુના ખર્ચે 123 કામોનું ઇ-ખાતમુહૂર્ત, રૂ. 92 કરોડથી વધુના ખર્ચે 8 કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેમાં
રૂ. 5.38 કરોડ ખર્ચે વીવીઆઇપી એનેક્સી બિલ્ડિંગ ખુલ્લુ મુકાયું છે. પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત 272 આવાસોનું લોકાર્પણ કરાયું છે.

