નવી દિલ્હીઃ પૂંચમાં આતંકી હુમલામાં સેનાના 5 જવાનનાં મોત બાદ પાકિસ્તાનને ભારતથી ડર લાગી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા 20 એપ્રિલે ફરી સેનાના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓ દ્વારા સેનાના વાહનને નિશાન બનાવવામાં આવ્યું અને તેના પર સ્ટીલની ગોળીઓ અને ગ્રેનેડ એટેક કરવામાં આવ્યો. આ આતંકી હુમલામાં સેનાના 5 જવાન વીરગતિ પામ્યા છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ પાકિસ્તાન ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઇક કરાઈ શકે છે તે આશંકાથી ફફડી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં પણ પુલવામામાં આતંકીઓ દ્વારા સેનાના જવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પુલવામાની આ ઘટનામાં 56 જવાનો શહીદ થઈ ગયા હતા. તે સમયે આતંકીઓ દ્વારા એક આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો અને સેનાના વાહન સાથે વિસ્ફોટક ભરેલી કાર અથડાવી દેવામાં આવી હતી. પુલવામાના આ હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇકના રૂપે બરાબરનો પાઠ ભણાવાયો હતો, જે અગાઉ ક્યારેય બન્યું નહોતું. ભારતીય જવાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનાં લગભગ તમામ ઠેકાણાંને નષ્ટ કરી દીધાં હતાં.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને પરત લેવું સરકારના એજન્ડામાં: જિતેન્દ્રસિંઘ
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંઘે જણાવ્યું છે કે, પીઓકેને પરત લેવું અને ભારતનો હિસ્સો બનાવવું એ સરકારના એજન્ડામાં છે. લંડનમાં અભ્યાસ કરતા મૂળ કાશ્મીરના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંઘે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાવ્યા બાદ ભૂતકાળની એ વિસંગતીઓને બરાબર કરવાનું કામ કરાયું છે, જે 1947ની સતત કેટલીક સરકારોનો વારસો હતો. પોતાની સત્તાવાર બ્રિટનની યાત્રાએ પહોંચેલા જિતેન્દ્રસિંઘે કહ્યું, મુજબ કલમ 370 રદ કર્યા પછી જમ્મુ-કાશ્મીરના લોકોમાં પોતાનાપણાની ભાવના પેદા થઈ છે અને તેમને દેશના બાકીના લોકોના સમક્ષ અધિકાર મળ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાનને પાક. શરણાર્થીઓની દીકરીઓને ન્યાય અપાવવા માટે યાદ કરવામાં આવશે.

