બનાસકાંઠામાં 3.6ની તીવ્રતાનો આંચકો આવતાં લોકો દોડ્યા

Wednesday 03rd May 2023 06:41 EDT
 
 

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે શુક્રવારે વહેલી સવારે 6:29 મિનિટે 3.6 ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે થોડીક જ સેકન્ડના ભૂકંપ બાદ જિલ્લામાં ચોમાસા જેવું વાતાવરણ હતું. પાલનપુર દાંતીવાડા સહિતના વિસ્તારોમાં 1 મિમી જેટલો વરસાદ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે સવારે 6:29 મિનિટે 3.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જેનું એપિ સેન્ટર ડીસાથી 10 કિલોમીટર દૂર લોરવાડા ગામ હોવાનું ડિઝાસ્ટર શાખાના અધિકારી સંજયભાઈ ચૌહાણએ જણાવ્યું હતું. જેમાં કોઈ જ નુકસાન ન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ભૂકંપને લઈ સવારમાં જ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. 


comments powered by Disqus