ભાદરણના મંદિરમાંથી રૂ. 22 લાખની મતાની ચોરી

Wednesday 03rd May 2023 06:12 EDT
 
 

બોરસદઃ બોરસદ તાલુકાના ભાદરણ ગામમાં આવેલા હરખાબા શ્રીનાથજી મંદિરમાંથી ભગવાનનાં આભૂષણો, સોના-ચાંદીના દાગીના, ભગવાનની કીમતી મૂર્તિ, અન્ય ચીજવસ્તુઓ તથા રોકડ રકમ મળી રૂ. 25 લાખ ઉપરાંતની ચોરી થવાના બનાવની ફરિયાદ ભાદરણ પોલીસ મથકે નોંધાઈ છે.
બોરસદના ભાદરણ ગામમાં હરખાબા શ્રીનાથજીનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી પૂજારી તરીકે કુલદીપ કિશનકુમાર ચતુર્વેદી સેવાપૂજાનું કામ કરતો હતો, જેમજ મંદિર તેના કબજામાં હતું. તે દરમિયાન રાત્રીના સમયે મંદિરમાંથી રૂ. 22 લાખથી વધુની મતાની ચોરી થઈ હતી. આ ઘટનાને લઈને ગામમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોનાં ટોળાં મંદિર ખાતે એકત્ર થઈ ગયાં હતાં.
ગ્રામજનોએ આ બાબતની જાણ ભાગરણ પોલીસને કરતાં પીએસઆઇ એસ.એમ. પટેલ તથા તેમની ટીમ મંદિર ખાતે આવી હતી અને સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ કરતાં મંદિરમાંથી ચોરી પૂજારી કુલદીપ કિશનકુમાર ચતુર્વેદીએ જ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને પોલીસે મંદિરના પૂજારી કુલદીપ ચતુર્વેદી વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.


comments powered by Disqus