લખનઉઃ ગુનાઇત ઇતિહાસ ધરાવતા મુખ્તાર અન્સાનું સંસદસભ્ય પદ રદ થયા બાદ તેના આખા પરિવાર પર કાયદાનો ગાળિયો કસાયો છે. માફિયા મુખ્તાર અન્સારી, અફઝલ અન્સારી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ 97 કેસ નોંધાયેલા છે. મુખ્તાર પર હત્યાના 8 કેસ સહિત કુલ 61 કેસ છે, જ્યારે તેના ભાઈ અફઝલી ૫૨ 7 કેસ છે. મુખ્તારના ભાઈ શિબગતુલ્લા પર 3, મુખ્તારની પત્ની અફસા પર 11, મુખ્તારના બે પુત્રો અબ્બાસ પર 8, ઉમર પર 6 અને અબ્બાસની પત્ની નિખાત બાનો પર એક ફોજદારી કેસ છે.

