લંડનથી પતિએ લગ્નના એક મહિનામાં કુરિયરથી મોકલ્યા છૂટાછેડાના કાગળ

Wednesday 03rd May 2023 06:41 EDT
 
 

અમદાવાદઃ ઇસનપુરમાં રહેતી પરીણિતાના લગ્નના એક માસ પછી પતિ નોકરી કરવા માટે લંડન જતો રહ્યો હતો. આ દરમિયાન પત્ની સાસરીમાં રહેતી હતી. થોડા સમય બાદ સાસુ-સસરા ઘરમાં સામાન્ય બાબતે ઝઘડો કરતાં હતાં અને વારંવાર દહેજપેટે રૂ. 10 લાખની માગણી કરતા હતા. આ દરમિયાન અચાનક જ એક દિવસ લંડનમાં નોકરી કરી રહેલા પતિએ કુરિયર મારફતે છૂટાછેડાના સહી કરેલા કાગળ મોકલી આપ્યા હતા.
જે બાદ પતિએ ફોન કરીને કહ્યું હતું કે, આ મારો છેલ્લો ફોન છે, તારે જે કરવું હોય તે કર. તું મને ગમતી નથી તેમ કહીને ફોન મૂકી દીધો.


comments powered by Disqus