શરદ પવારે એનસીપીનું અધ્યક્ષપદ છોડ્યું

Wednesday 03rd May 2023 07:01 EDT
 
 

મુંબઈઃ શરદ પવારે 5 મે મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી - NCPના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું. શરદ પવારે એકાએક કરેલા આ નિર્ણય અંગે કોઈ કારણ જણાવ્યું નથી. તેમની પાર્ટી NCP મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં સહયોગી છે. થોડા દિવસ પહેલાં જ શરદ પવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 2024 લોકસભા ચૂંટણીમાં કદાચ સાથે ન પણ હોઈએ. શરદ પવારના આ નિવેદન બાદ તેમના એકાએક રાજીનામાથી અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. તેમણે વર્ષ 1999માં કોંગ્રેસમાંથી અલગ થઈને NCPની રચના કરી ત્યારથી તેઓ પાર્ટીના અધ્યક્ષ છે.
શરદ પવાર મંગળવારે મુંબઈમાં વાય.બી. ચવ્હાણ સેન્ટરમાં તેમની જીવનચરિત્ર ‘લોક ભુલભુલૈયા સંગાતિ’નું વિમોચન કરી રહ્યા હતા. આ પુસ્તકનું પૃષ્ઠ નંબર 319 પર તેમણે લખ્યું, મહાવિકાસ અઘાડીની સરકાર માત્ર સત્તાનો ખેલ નહોતો.


comments powered by Disqus