આણંદઃ ગુજરાતનો આણંદ જિલ્લો તેના શિક્ષણસ્તર માટે પ્રખ્યાત છે, પરંતુ આ અખાત્રીજે એક શરમજનક આંકડામાં પણ આણંદ જિલ્લાનો ક્રમ પ્રથમ નંબરે આવ્યો છે. આણંદ જિલ્લામાં અખાત્રીજના દિવસે બાળ સુરક્ષા એકમ અને તંત્ર દ્વારા 33 બાળલગ્ન અટકાવાયાં.
આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમે અખાત્રીજના દિવસે 8 ટીમ બનાવીને 8 તાલુકામાં યોજાલેલા સમૂહ લગ્નોત્સવમાં પોલીસને સાથે રાખીને તપાસ કરી હતી, જેમાં 21 કે 18 વર્ષથી ઓછી ઉંમરનાં 33 જોડાં મળતાં તંત્ર ચોંકી ઊઠ્યું હતું.

