શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં રહેવાનું બહારના લોકોનું સપનું પૂરું થશે. કેન્દ્ર સરકારના પ્રયાસોથી જમ્મુ-કાશ્મીરમાં હવે રાજ્ય બહારના લોકોને મકાન ફાળવાશે. આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 336 ફ્લેટની ફાળવણીની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ મહિનાના અંત સુધીમાં પહેલા તબક્કામાં 96 ફ્લેટ ફાળવાશે. દરેક ફ્લેટ 290 ચોરસફૂટના છે અને દર મહિનાનું રૂ. 2200 ભાડું નક્કી કરાયું છે. શરૂઆતનાં 3 વર્ષ માટે ફાળવણી કરાશેે.
2020માં સરકારે 1 લાખ એફોર્ડેબલ મકાન બનાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે 10 હજાર આવાસ બહારના લોકોને ફાળવવા બનાવાશે. હાલમાં જમ્મુના પાંચ, શ્રીનગરના ચાર, સાંબાનો એક, કાશ્મીરના ત્રણ અને બાંદીપોરાના એક સ્થળે એફોર્ડેબલ આવાસનું નિર્માણ કરાશે.

