અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં રૂ. 830 કરોડ ખર્ચાયા હોવાનું ટ્વીટ આપના ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવીએ કર્યું હતું. આ માહિતી પાયાવિહોણી હોવાથી ઈસુદાન સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ઇસુદાન સામે સાઇબર એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. અમદાવાદ સાઇબર ક્રાઇમના એસીપી જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે, કેસમાં હજી વધુ તપાસ ચાલી રહી છે.

