પાલનપુરઃ યાત્રાધામ અંબાજી મંદિરમાં વારસાગત પરંપરા અને સરકારની સ્કીમ મુજબ, ભટ્ટજી પૂજારી તરીકે માતાજીની સેવાપૂજા કરવાના હક્ક અને ભટ્ટજી પૂજારી તરીકેની કાયદેસર નિમણૂંક માટે ઠાકર પરિવારના વારસો રાખી છે.
અમદાવાદ, મંગળવાર પૈકીના દેવીપ્રસાદ કાંતિલાલ ઠાકરે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી છે. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર, બનાસકાંઠા કલેકટર અને અરજદારના સ્વ.ભાઇના વારસોને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી તા. 12મી જાન્યુઆરીએ રાખી છે.
વધુમાં, હાઇકોર્ટે અરજદારે અબાજી મંદિરમાં ભટ્ટજી પૂજારી તરીકે સત્તાવાર નિમણૂંક માટે સ૨કા૨માં કરેલી અરજી પર નિર્ણય કરવા સરકારપક્ષને નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે એવી પણ મૌખિક તાકીદ કરી હતી કે, ત્યાં સુધી વારસાગત પરંપરા મુજબની સેવા પૂજાની જે વ્યવસ્થા છે, તે ડિસ્ટર્બ કરવી નહી.

