ઓપરન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં જિલ્લાના 105 ભાઈ-બહેનો, બાળકો જોડાયા હતા. મહત્ત્વની બાબત એ હતી કે 13 ડિગ્રી કડકડતી ઠંડીમાં ઘૂઘવતા સમુદ્ર સામે આ તરવૈયાઓએ બાથ ભીડી હતી.
પોરબંદરના આંગણે કુદરતે રમણીય અને સુંદર મજાનો દરિયાકિનારો આપ્યો છે અને આ દરિયા પ્રત્ય લોકોનો ભય દૂર થાય તથા લોકો એડવેન્ચર સ્પોર્ટ્સની મજા માણી શકે તે માટે રામ સી સ્વિમિંગ ક્લબ-પોરબંદર દ્વારા ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. આ કોમ્પિટિશનમાં પોરબંદર જિલ્લામાંથી 105 ભાઈઓ, બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશન 1 કિ.મી. અને 10 કિ.મી.ની યોજવામાં આવી હતી. જેમાં 1 કિ.મી.માં વિવિધ ઉંમરની કેટેગરીવાઈઝ 6-14, 14-40, 40-60 અને 60થી ઉપરની ઉંમરના ભાઈઓ તથા બહેનો માટેની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ હતી.

