જૂનાગઢ: નવા વર્ષના પ્રારંભે આજે 37મા ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સાહસિક સ્પર્ધા યોજાઈ હતી. તેમાં 1227 સ્પર્ધક ભાઈ-બહેનો જોડાયાં હતાં. તેમાં રેકોર્ડ અતૂટ રહ્યો હતો. સિનિયર ભાઈઓમાં લાલા પરમાર અને બહેનોમાં વાળા પારૂલ તથા જુનિયર વિભાગમાં ભાઈઓમાં ડાભી યોગેશ અને બહેનોમાં કાથુરિયા રોઝીના પ્રથમ આવ્યાં હતાં.
ભવનાથ તળેટી ખાતે વહેલી સવારે કડકડતી ઠંડીમાં મેયર ગીતાબહેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા, પુનિત શર્માએ ફલેગ ઓફ કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. ભાઈઓ બાદ બહેનોએ ગિરનારને સ૨ કરવા દોટ મૂકી હતી અને યૌવનમાં જોમ-જુસ્સો અને સાહસિકતાના દર્શન થયા હતા.
આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં 481, જુનિયર ભાઈઓમાં 417, સિનિયર બહેનો 157 અને જુનિય૨ બહેનો 172 મળી કુલ 1227 સ્પર્ધકો જોડાયા હતા. આ સાહસિક સ્પર્ધામાં 30થી વધુ સ્પર્ધકોને મસલ્સ પેઇનની પ્રાથમિક સારવાર અપાઈ હતી.
આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં જૂનાગઢના લાલા પરમારે 58.4 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ વિજેતા ગત વર્ષે 57.25 મિનિટ સાથે પ્રથમ આવ્યો હતો. જ્યારે સિનિયર બહેનોમાં ગીરસોમનાથની વાળા પારૂલ 41.36 મિનિટ સાથે પ્રથમ તેમજ જુનિયર ભાઈઓમાં ગીરસોમનાથનો ડાભી યોગેશ 58.04 મિનિટ સાથે પ્રથમ અને બહેનોમાં જૂનાગઢની કાથુરિયા રોઝીના 40.31 મિનિટ સાથે પ્રથમ રહી હતી.
જ્યારે બીજા ક્રમે સિનિયર બહેનોમાં વાજા જાગૃતિ 43.41 મિનિટ, ત્રીજા ક્રમે વંશ ઝરણા 43.42 મિનિટ, સિનિયર ભાઈઓમાં ભીલાલા મોહને 1 કલાક 22 મિનિટ, ત્રીજા ક્રમે ચૌહાણ શૈલેષ જુનિયર બહેનોમાં બીજા ક્રમે રાઠોડ હીરલ 44.29 મિનિટ, ત્રીજા ક્રમે પરમાર અસ્મિતા 44.5 મિનિટ, જુનિયર ભાઈઓમાં બીજા ક્રમે ગાવડિયા અભિષેક 1 કલાક 5 મિનિટ, ત્રીજા ક્રમે ભાટિયા રવિએ 1 કલાક 4 મિનિટ, 12 સેકન્ડ સાથે ગિરનાર સર
કર્યો હતો.

