જામનગરઃ જામનગરના એક મહિલાની અમેરિકન યુનિવર્સિટીમાં ચંદ્ર ઉપર સંશોધન કરવા માટે પસંદગી થઈ છે. ચંદ્રની સપાટી ઉપરના ભૂસ્તરીય ફેરફારોનું નાસાના ડેટાના આધારે તેઓ સંશોધન કરનાર છે. અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સિટીના વડપણ હેઠળ ઈસરોના ચંદ્રયાન-ર મીશનની ટીમના મહિલા સભ્યની પસંદગી થઈ છે.
પૃથ્વી ઉપરના ઉપગ્રહ એવા ચંદ્ર વિશે એકત્ર થયેલ સેટેલાઈટ ડેટાના વિષય ઉપર પીએચડી કરનાર અને નાસાની લ્યુનાર એન્ડ પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સ (અમેરિકા) તેમજ યુરોપિયન પ્લેનેટરી સાયન્સ કોન્ફરન્સમાં જેમના રિસર્ચ પેપર રજૂ થયા છે. ઈસરોના ચંદ્રયાન-2 મીશનની ટીમના સભ્ય રહી ચૂકેલા જામનગરના યુવા મહિલા સંશોધક ડો. હેનલ વિજયભાઈ ભટ્ટ (ડો. હેનલ હાર્દિક મોઢા) ની અમેરિકાની ન્યુયોર્ક યુનિવસટીમાં ચંદ્ર ઉપર સંશોધન માટે પસંદગી થવા પામી છે. ત્યાં તેણી ચંદ્રની સપાટી પરના ભૂસ્તરિય ફેરફારોનું નાસાના ડેટાના આધારે સંશોધન કરશે.
ગુજ. યુનિમાંથી ઈસરોના સંયુક્તપણામાં પ્લેનેટરી જીઓલોજી વિષયમાં પીએચ.ડી. કર્યું છે. આ પછી ઇસરોના ચંદ્રયાનના મીશન પ્રોજેક્ટમાં સિનિયર ટીસલે ફેલો અને ઈસરોના હેડક્વાર્ટસમાં ચંદ્રયાન-2માં ગ્રુપ મેમ્બર પણ રહી ચૂક્યા છે.

