નડાબેટના રણમાં લાખો વિદેશી પક્ષી મહેમાન

Wednesday 04th January 2023 05:39 EST
 
 

બનાસકાંઠા જિલ્લાની આંતરાષ્ટ્રીય સરહદ પર આવેલા સુઇગામ તાલુકાનું નડબેટ વરસાદી પાણીના કારણે જાણે દરિયામાં ફેરવાઇ ગયું છે. દર વર્ષે દિવાળી બાદ યાયાવર પક્ષીઓ લાખો કિલોમીટરનું ઉડાણ કરી નડાબેટના મહેમાન બને છે. જ્યાં બે માસ રોકાઇને પરત પોતાના દેશ પહોંચે છે. નડાબેટનાં રણમાં દર વર્ષેની જેમ હાલ ખાસ કરીને પેલીન્ગો, પેલીકન, પીગેન્ટોન, ગજપાઉ નામના યાયાવર પક્ષીઓ બેથી ત્રણ લાખની સંખ્યામાં ઉમટી પડ્યા છે.


comments powered by Disqus