નોટબંધી પર સુપ્રીમે તમામ અરજી ફગાવીઃ કેન્દ્રનો નિર્ણય યોગ્ય

Wednesday 04th January 2023 06:19 EST
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 2 જાન્યુઆરીએ મોટો નિર્ણય સંભળાવતાં કેન્દ્ર સરકારના 2016માં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. મોદી સરકાર દ્વારા કરાયેલી નોટબંધીને પડકારતી 58 અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની 5 જજની બંધારણીય બેન્ચે કહ્યું કે આર્થિક નિર્ણયો બદલી શકાય નહીં. નોટબંધી પહેલાં કેન્દ્ર અને આરબીઆઇ વચ્ચે ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે, નોટબંધીનો નિર્ણય લેતી વખતે અપનાવવામાં આવેલી પ્રક્રિયામાં કોઈ ખામી નહોતી, તેથી તે સૂચના રદ કરવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટે 2016માં રૂ. 500 અને રૂ. 1000ની નોટોને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત્ રાખ્યો છે.
અરજદારોનો દાવો હતો કે, સરકારની પ્રક્રિયામાં મોટી ખામી હતી અને તેને રદ કરવી જોઈએ. સરકાર આરબીઆઇના કેન્દ્રીય બોર્ડની ભલામણ પર જ નોટબંધી કરી શકે છે, પરંતુ અહીં પ્રક્રિયા ઊલટી થઈ હતી. કેન્દ્રએ નિર્ણય લેવા દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો રોકી રાખ્યા હતાે.


comments powered by Disqus